કચ્છની મુલાકાતે આવેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભચાઉ તાલુકાના ગુણાતિતપુર ગામે પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ શેઠિયા નેચરલ ફાર્મ અને નર્સરીની મુલાકાત લીધી હતી. જીવામૃત-ઘન જીવામૃત આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉગાડેલા શાકભાજી, ફળો અને પાકને જોઈને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતિ દર્શના દેવીજી પ્રભાવિત થયા હતા. દેશી ગાયના ગોબર-ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક …
Read More »ભુજમાં આમ આદમી પાર્ટીએ મોંઘવારી મુદ્દે સુત્રોચાર કરી કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો,
ભુજ શહેરના જ્યુબિલી સર્કલ ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી મુદ્દે સુત્રોચાર પોકારી કેન્દ્રની ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને એક દેશમાં રાંધણ ગેસના ભાવ ફેર બદલ નારાજગી વ્યક્ત કરી ગૃહિણીઓને ન્યાય આપોના નારા લાગવાયા હતા. ઉપસ્થિત પાર્ટીના આગેવાનોએ જાહેરમાં કહ્યું હતું કે મોંઘવારી સામે …
Read More »રાપર તાલુકાના સઇ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પયાત્રા કાર્યક્ર્મ ઉજવાયો
રાપર તાલુકાના સઇ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પયાત્રા કાર્યક્ર્મ ઉજવાયો હતો. કાર્યક્રમમાં સરકારની જનકલ્યાણકારી યોજનાઓ વિશે ગ્રામજનોને જાણકારી આપવામાં આવી હતી અને લાભાર્થીઓને યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. વંચિત લાભાર્થીઓને યોજનાના લાભ આપવાના લક્ષ્યાંક સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા “નો …
Read More »નખત્રાણા તાલુકાના જડોદર ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથનું ઉષ્માભર્યુ સ્વાગત
નખત્રાણા તાલુકાના જડોદર ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં’ વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. જે અંતર્ગત જડોદર ગામ ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા ‘ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે સરકારની વિવિધ જન કલ્યાણકારી …
Read More »ઝીંકડી ખાતે ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
ભુજ તાલુકાના ઝીંકડી ગામે પ્રાથમિક શાળા ખાતે અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્યશ્રી સાથે ઉપસ્થિત સૌ મહાનુભાવો સહિત ગ્રામજનોએ મુખ્યમંત્રીશ્રીના લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે સરકારશ્રીના માધ્યમથી …
Read More »મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક સંપન્ન થઇ
દિપડા દ્વારા થતા માનવ ઘર્ષણના બનાવો સામે લાંબાગાળાના સઘન રક્ષાત્મક પગલાં લેવાનું વન વિભાગનું આયોજન • ટ્રાન્ક્વિલાઈઝર ગન પૂરતા પ્રમાણ ખરીદવામાં આવશે • દક્ષિણ ગુજરાતમાં તાલુકા દીઠ ૧૦ પાંજરાઓ ખરીદીનું આયોજન • ટ્રેપ કેમેરા અને રેડિયો કૉલર દ્વારા દીપડાઓનું ટ્રેકિંગ-વર્તણુંકનો અભ્યાસ કરવામાં આવશે સુરત વન વર્તુળના બે વિભાગોના કુલ ૬૯,૬૦૦ …
Read More »હબાય ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ
ભુજ તાલુકાના હબાય ગામે પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દામજીભાઈ ચાડની અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત હબાયના ગ્રામજનોને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્યશ્રી દામજીભાઈ ચાડે જણાવ્યું હતું કે, યોજનાઓનો લાભ આપવા સરકાર …
Read More »ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો
કચ્છના બે સ્થળ ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ તથા સફેદ રણ ખાતે યોગ સાધકોએ ‘રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કાર’ની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા. ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૫૩૫ તથા સફેદ રણ ખાતે ૧૫૫ યોગ સાધકોએ ‘રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કાર’ની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ …
Read More »કલેક્ટરશ્રી અમિત અરોરાના હસ્તે કચ્છ કલેક્ટર કચેરી ખાતે ઇવીએમ નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ઇવીએમ મશીન અંગે લોકજાગૃતિ અર્થે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા ઇવીએમ નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જિલ્લાના ૬ વિધાનસભા મતવિસ્તારમાં પણ આગામી બે માસ સુધી તમામ મામલતદાર કચેરી ખાતે આ પ્રકારે ઇવીએમ નિદર્શન કરવામાં આવશે. જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે …
Read More »જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર:4થી વધુ તીવ્રતાના 21 આંચકા અનુભવાયા
નવા વર્ષના પહેલા દિવસે જાપાનથી એક ચિંતાજનક સમાચાર મળ્યા છે. જાપાનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, જેના કારણે જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.પશ્ચિમી જાપાનના ઈશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જાપાનના NHK બ્રોડકાસ્ટરે જણાવ્યું હતું કે જાપાનના સમુદ્રકિનારે નિગાટા, તોયામા, યામાગાટા, ફુકુઇ અને હ્યોગો પ્રાંતમાં …
Read More »