ગુજરાતમાં મહિલાઓ પર થતી ઘરેલુ હિંસાના કેસોમાં અભયમ હેલ્પલાઇન પર આવેલા કોલના આધારે વિશ્લેષણ કર્યાં બાદ આ ખુલાસો થયો છે. ગુજરાતમાં ઘરેલું હિંસાના વર્ષ 2018થી 2020 દરમિયાન સરેરાશ 65000 કોલ નોંધાયા છે. તો વર્ષ 2022માં તેમાં મોટો વધારો જોવા મળ્યો છે. તો અભ્યમ હેલ્પલાઇનને લગ્નેતર સંબંધના કોલ પણ મળી રહ્યાં છે. તે કોલની સંખ્યામાં પણ દર વર્ષે સતત વધારો થઈ રહ્યો છે.
અભયમ ટીમને મળતા કોલની સંખ્યા દર વર્ષે સતત વધી રહી છે. વર્ષ 2018માં 52813, 2019માં 61159, 2020માં 66282, 2021માં 79675, 2022માં 87732 કોલ મળ્યા છે. એટલે કે કોરોના કાળ બાદ મહિલાઓ સાથે ઘરેલું હિંસાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2018ની સરખામણીએ 2022માં મહિલાઓ સાથે હિંસાના કેસોમાં 35 ટકાનો વધારો થયો છે.