ભાજપના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે. મનરેગામાં કરોડોના ભ્રષ્ટાચાર મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. બળવંત ખાબડની સાથે તત્કાલીન TDO દર્શન પટેલની ધરપકડ કરવામાં આવી છે. દાહોદમાં ટાઉન બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ધાનપુર તાલુકામાં મનરેગાના કામમાં ગેરરીતી આચરતા આ કાર્યવાહી કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા અને ધાનપુરમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો.આ પ્રકરણમાં તત્કાલિન TDO દર્શન પટેલની પણ કરી ધરપકડ કરવામાં આવી છે.
