Breaking News

તમામ સ્કૂલમાં ફરજિયાત ગુજરાતી ભણાવવાનું અમલ કરાવો, ગુજરાત હાઈકોર્ટે સરકારને કરી ટકોર

પ્રાથમિક શાળામાં ગુજરાતી ભણાવવા અને ફરજિયાત કરવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સરકારને ટકોર કરતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે જે શાળા પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનો સમાવેશ ન કરે તેની સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે. એટલું જ નહીં, ગુજરાત હાઇકોર્ટ દ્વારા જણાવાયું છે કે તમામ બોર્ડને ગુજરાતી ફરજિયાત નિયમ લાગુ પડે છે. હાઈકોર્ટે સરકારને જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા ભણાવવા સરકાર લાચારી ના બતાવે. ગુજરાતી ભાષા ભણવવા માટેનો પરિપત્ર સરકારનો જ છે તો લાચારી શા માટે સરકાર બતાવી રહ્યું છે. ગુજરાત બોર્ડ સિવાયના તમામ બોર્ડને આ નિયમ લાગુ પડે છે. ત્યારે ફરજીયાત ગુજરાતી ભણવવાના નિર્દેશનો સરકાર અમલ કરાવે. જે કોઈ બોર્ડ કે પછી શાળાઓ પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનો સમાવેશ કરતી ના હોય તેમની વિરુદ્ધ રાજ્ય સરકારે કાર્યવાહી કરવી જોઈએ તેવું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું. હાઈકોર્ટે સરકારને  ટકોર કરતા જણાવ્યું હતું કે માતૃભાષા ભણવી એ દરેક વ્યક્તિનો અધિકાર છે. જો સરકાર આ બધા નિયમની અમલવારી કરવામાં લાચાર બનતી હોય કે અશક્ષમ બનતી હોય તો કોર્ટ પોતાનો નિર્ણય આપશે. આ મામલે વધુ સુનાવણી આગામી 22 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.

About JAYENDRA UPADHYAY

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »