દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો જાસૂસ સકંજામાં આવ્યો છે. દેશમાં જાસૂસી ગતિવિધિઓને લઈ ગુજરાત ATSની મોટી કાર્યવાહી કરી છે. પોરબંદરથી જતીન ચારણિયા નામના યુવકની ધરપકડ કરી છે. આરોપી સમુદ્ર કિનારે સુરક્ષા એજન્સીઓની ગતિવિધિઓ પર નજર રાખતો હતો. ત્યારબાદ ગુપ્ત માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIને આપતો હતો.ગુજરાત ATSએ જાસૂસની ધરપકડ કરી છે. ATSએ જણાવ્યુ હતુ કે વોટ્સએપમાં એકાઉન્ટ કરવામાં આવ્યું હતું. ટેલિગ્રામ, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાનનું લીસ્ટ મળ્યું હતું. એડવિકા પ્રિન્સ નામની પાકિસ્તાન IDને માહિતી આપી હતી. રૂ 6 હજાર તેને ચૂકવ્યા હતા. એટીએસએ વધુમાં કહ્યુ હતુ કે, પાકિસ્તાન ઓપરેટિંગમાં હની ટ્રેપમાં ફસાવે છે. પાકિસ્તાન હનીટ્રેપમાં જાસૂસ બનાવે છે. મોબાઈલમાં શંકાસ્પદ પૈસા મોકલેલા છે. પોરબંદના જતીન ચારણીયા નામનો જાસૂસ ઝડપાયો છે જેણે એડવિકા પ્રિન્સ નામની પાકિસ્તાન IDને માહિતી આપી હતી. પોરબંદરથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …