કેન્દ્ર સરકારે FASTag ની વ્યવસ્થા કરી અને તેને જરૂરી કરી દેવાઈ. આ મામલે National Highway Authority of India એ કેટલાક નિયમો પણ બનાવ્યા જેનો હેતુ FASTag વ્યવસ્થાને વધુ સારી રીતે લાગૂ કરવાનો હતો. FASTag વ્યવસ્થાથી બે વાત ખાસ થઈ. એક તો ટોલ ટેક્સનું કલેક્શન વધી ગયું અને બીજુ ટોલ પ્લાઝા પર ભીડ લાગવાની ઓછી થઈ ગઈ.
મે 2021માં NHAI એ દિશા નિર્દેશ બહાર પાડ્યા જે મુજબ દરેક ટોલ પ્લાઝા પર પ્રતિ વાહન સર્વિસ ટાઈમ 10 સેકન્ડથી વધુ હોવો જોઈએ નહીં. આ નિયમ પીક અવર્સ (એવો સમય કે જ્યારે ટોલ પ્લાઝા પર સૌથી વધુ ટ્રાફિક હોય) માં પણ લાગૂ રહેશે. સર્વિસ ટાઈમનો અર્થ છે કે એ સમય જેમાં ટોલ ટેક્સ વસૂલ કરીને વાહનને આગળ જવા દેવામાં આવે.
ટોલ પ્લાઝા પર વાહનોની 100 મીટરથી વધુ લાંબી લાઈન હોવી જોઈએ નહીં. આ માટે NHAI એ ટોલબૂથથી 100 મીટરના અંતર પર એક પીળી પટ્ટી બનાવવાની પણ જોગવાઈ કરી જેનાથી ટોલથી પહેલાના 100 મીટરના અંતરની લોકોને જાણકારી મળી શકે.
જો કોઈ વાહનને ટોલ કાપીને આગળ જવામાં 10 સેકન્ડથી વધુનો વેઈટિંગ ટાઈમ લાગે તો તે ટોલ ટેક્સ આપ્યા વગર જઈ શકે છે. આ સિવાય ટોલ પ્લાઝા પર વાહનોની જો 100 મીટરથી વધુ લાંબી લાઈન હશે તો વાહનોને ટોલ બૂથના 100 મીટરના દાયરામાં લાઈન સુધી પહોંચવા ટોલ ચૂકવ્યા વગર જવા દેવામાં આવશે.