Breaking News

NATIONAL NEWS

ટ્રેન હાઇજેકના 30 કલાક: પાકિસ્તાને 200થી વધુ શબપેટીઓ મોકલી; 190 લોકોનું રેસક્યું-30 આતંકી ઠાર

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મી (BLA)એ જાફર એક્સપ્રેસને હાઇજેક કરી હતી. આ ઘટનાને 30 કલાક કરતા વધુ સમય થઇ ગયો હોવા છતા પાકિસ્તાન હજુ સુધી હાઇજેકર્સ સાથે ડિલ કરી શકી નથી અને 400થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુક્યા છે. પાકિસ્તાને બલૂચમાં 200થી વધુ શબપેટીઓ મોકલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો …

Read More »

ગુજરાતના ખાવડા પ્રોજેક્ટ મુદ્દે સરકારના જવાબથી વિપક્ષ અસંતુષ્ટ, લોકસભામાંથી વોકઆઉટ

ગુજરાતના ખાવડામાં સ્થાપિત થઈ રહેલા અક્ષય ઉર્જા પ્લાન્ટના મુદ્દે સરકારના પ્રતિભાવથી અસંતુષ્ટ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી સભ્યોએ બુધવારે લોકસભામાંથી વોકઆઉટ કર્યો. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પ્રશ્નકાળ દરમિયાન સરકારને પૂછ્યું કે, શું ગુજરાતના ખાવડામાં સ્થાપિત થઈ રહેલા પ્લાન્ટ માટે રાષ્ટ્રીય સુરક્ષા પ્રોટોકોલમાં કોઈ છૂટછાટ આપવામાં આવી છે?તિવારીએ પૂરક પ્રશ્નમાં સરકારને પૂછ્યું …

Read More »

સીરિયામાં હિંસા ફાટી, બે દિવસમાં એક હજાર લોકોનાં મોત:સેના અને અસદ સમર્થકો વચ્ચે અથડામણ

સીરિયાના લતાકિયા અને ટાર્ટસમાં સેના અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના સમર્થકો વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી અથડામણ ચાલી રહી છે. આ હિંસાને કારણે 2 દિવસમાં 1000થી વધુ લોકોનાં મોત થયા છે.2011માં સીરિયાના ગૃહયુદ્ધની શરૂઆત પછી મૃત્યુઆંકનો આ સૌથી વધુ આંકડો છે. સીરિયામાં યુદ્ધ પર નજર રાખતી સંસ્થા સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન …

Read More »

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત અચાનક બગડી, AIIMSમાં કરાયા દાખલ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર (73 વર્ષ)ને દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે મોડી રાત્રે ગભરામણ અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તે પછી, તેમને રવિવારે સવારે લગભગ 2 વાગ્યે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.PTIના જણાવ્યા મુજબ, તેઓ હાલમાં કાર્ડિયોલોજી વિભાગના વડા ડો. રાજીવ નારંગની દેખરેખ હેઠળ ક્રિટિકલ કેર યુનિટ (CCU)માં …

Read More »

બે રાજ્યોમાં એક જ મતદાર ઓળખ નંબર: પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી સાથે છેડછાડ?

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ તાજેતરમાં બે રાજ્યોમાં એક જ મતદાર ઓળખ નંબરનો મુદ્દો ઉઠાવ્યો હતો. આની મદદથી તેમણે ચૂંટણી પંચ પર ભાજપ માટે નકલી મતદારો બનાવવાનો પણ આરોપ લગાવ્યો. હવે આ મામલે ચૂંટણી પંચનો જવાબ આવ્યો છે. ચૂંટણી પંચનું કહેવું છે કે એક જ મતદાર ID નંબરનો અર્થ એ …

Read More »

SEBIના પૂર્વ પ્રમુખ માધવી બુચ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધવાનો કોર્ટનો આદેશ

મુંબઇની વિશેષ ACB કોર્ટે કથિત શેર બજારમાં છેતરપિંડી અને નિયામક ઉલ્લંઘનના એક કેસમાં પૂર્વ સેબીના અધ્યક્ષ માધવી પુરી બુચ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને SEBIના ટોચના અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો છે. આ આદેશ સાથે જ કોર્ટે આ ઘટના સાથે જોડાયેલ સ્ટેટસ રિપોર્ટ 30 દિવસની અંદર સબમિટ કરવાનો આદેશ …

Read More »

મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવાયા,

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વચ્ચે, કિન્નર અખાડાએ એક મોટી કાર્યવાહી કરી છે. કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા છે અને તેમને અખાડામાંથી હાંકી કાઢ્યા છે. આ સાથે, લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વર અને અખાડાના પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા છે. કિન્નર અખાડાને ટૂંક …

Read More »

મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં આજથી ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ

મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં આજથી ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ, સ્કર્ટ, ફાટેલા કપડાં અને ખુલ્લા કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.સિદ્ધિવિનાયક મંદિર પ્રશાસનના નિર્ણયનું ભક્તોએ સ્વાગત કર્યું છે. ગુરુવારે સવારે મંદિરમાં દર્શન માટે પહોંચેલા ભક્તોએ કહ્યું કે આ એક સારો નિર્ણય છે. …

Read More »

રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત

રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. પાલીમાં દેસૂરીના નાળા નજીક પંજાબ જતા વળાંક પર એક સ્કૂલ બસ બેકાબૂ થતાં પલટી ગઈ હતી. આ બસમાં રાછેટી ગ્રામ પંચાયતની માનકદેહ સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે દુર્ઘટનાનું સાચુ કારણ હજી જાણી શકાયું નથી.માહિતી અનુસાર …

Read More »

PDS સપ્લાય ચેઈન ઓપ્ટિમાઇઝેશનના સફળ અમલીકરણ માટે ગુજરાતને મળ્યો પ્રતિષ્ઠિત પુરસ્કાર

કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સરકારના અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગને નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગત તા.5 ડિસેમ્બર 2024ના રોજ ‘અન્ન ચક્ર’ PDS સપ્લાય ચેઈન ઓપ્ટિમાઇઝેશન ટૂલ અને NFSA માટે સબસિડી ક્લેમ્સ એપ્લિકેશન (SCAN) પોર્ટલના લોન્ચિંગ સમયે આ એવોર્ડ એનાયત …

Read More »
Translate »
× How can I help you?