સંરક્ષણ મંત્રાલયે બપોરે 2:30 વાગ્યે આ કાર્યવાહીની માહિતી આપી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું, ‘7 મેની રાત્રે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. જેમાં ભુજ, અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈમાં ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવી હતી.ભારતીય સેનાએ પહેલાંથી જ બોર્ડર પર રશિયા પાસેથી મળેલી S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમને તૈનાત કરી રાખી છે, જેવો જ કોઈ મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો. આ સિસ્ટમને એક્ટિવ કરી દેવામાં આવી
