ભુજ સહિત 15 સ્થળોએ પાકિસ્તાનનો ડ્રોન અને મિસાઇલથી હુમલાનો પ્રયાસ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો

by JAYENDRA UPADHYAY
0 comments

પાકિસ્તાને ગુજરાતના ભુજ સહિત ભટિંડા, છત્તીસગઢ અમૃતસર સહિતની જગ્યા ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો. તમામ પ્રયાસોને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યા છે. ડ્રોન અને મિસાઈલથી હુમલાનો પ્રયાસ કરાયો હતો. એયર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ હુમલા નિષ્ફળ કરાયા છે.

ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરતાં ગઈકાલે મોડી રાત્રે ભારત-પાકિસ્તાનની સરહદો પર ડ્રોન અને મિસાઈલો વડે હુમલાઓ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ પણ તબાહ કરી દીધી હતી. ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપતા ભારત સરકારે ભારપૂર્વક કહ્યું હતું કે, અમે પાકિસ્તાનના કોઈ સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો નથી. જો પાકિસ્તાન આવું કરશે તો અમે જડબાતોડ જવાબ આપીશું.પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી કેમ્પ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાને ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર UAS ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા નિષ્ફળ બનાવ્યા હતાં.

You may also like

Leave a Comment