ભુજ નજીક માનકુવા વિસ્તારમાં ચોરીનો ગુનો ઉકેલાયો – બે આરોપીની ધરપકડ

by gopal2 bhuj
0 comments

ભુજ સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા તથા ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડો. વિશ્વા શાહના માર્ગદર્શન હેઠળ મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવવા અને એનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ અંતર્ગત માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં. ૨૦૫/૨૦૨૬ હેઠળ બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ તા. ૦૪/૦૪/૨૦૨૬ના રોજ નોંધાયેલા ચોરીના ગુનાનો સફળ ઉકેલ લાવવામાં આવ્યો છે. અજાણ્યા આરોપીઓ દ્વારા ફરીયાદી તથા સાક્ષીઓના કુલ નવ મકાનોના બાથરૂમના દરવાજાના તાળા તોડી ઇમ્પોર્ટન્ટ નળ (૩૨ નંગ), મીક્ચર નળ (૩ નંગ), પાણીની મોટર (૧) અને શાવર (૧) મળી કુલ રૂ. ૧૮,૨૦૦/-નો મુદામાલ ચોરી કરવામાં આવ્યો હતો.પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ માનકુવા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સીસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એ.એસ.આઈ. જયંતીભાઈ મહેશ્વરી અને અજયસિંહ ઝણકાટને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી બળદીયા ગામેથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં (૧) પપ્પુ ઉર્ફે વિજેશ રમેશ સથવારા (રહે. બળદીયા, તા. ભુજ) અને (૨) કીશન બાબુ સથવારા (રહે. દેવરીયા, તા. અંજાર, જી. કચ્છ)નો સમાવેશ થાય છે. તેમની પાસેથી ચોરીમાં ગયેલ કુલ રૂ. ૧૮,૨૦૦/-નો ૧૦૦ ટકા મુદામાલ કબજે લેવામાં આવ્યો છે.આ કાર્યવાહી દરમિયાન આરોપીઓની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ કામગીરીમાં એ.એસ.આઈ. જયંતીભાઈ મહેશ્વરી, અજયસિંહ ઝણકાટ, કાનજીભાઈ ચારણ, પી.હેડ કોન્સ્ટેબલ બાબુભાઈ પરમાર તેમજ જી.આર.ડી. સભ્યો સચીન ફુલાણી અને રણજીતસિંહ જાડેજાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

You may also like

Leave a Comment