આજે દેશભરમાં NEETની પરીક્ષા: 23 લાખ જેટલાં વિદ્યાર્થીઓનું લખાશે ભાવિ

ધોરણ 12 સાયન્સ પછીના મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે રવિવારે (4 મે)ના રોજ દેશભરમાં NEET (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રંસ ટેસ્ટ) લેવામાં આવી રહી છે.જેમાં ગુજરાતના અંદાજે 85 હજારથી વધુ અને દેશભરમાંથી 23 લાખ જેટલા વિધાર્થી પરીક્ષા આપશે.ભારત સરકારની નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દર વર્ષે મેડિકલ પ્રવેશ માટેની નીટ એક્ઝામ લેવામાં આવે છે. આ વર્ષે એટલે કે 2025ની નીટ રવિવારે લેવામાં આવશે જે ગત વર્ષ કરતા એક દિવસ વહેલી યોજાઈ રહી છે. દેશ અને વિદેશના 566 શહેરોમાં આ પરીક્ષા લેવામાં આવશે જેમાં ભારત બહારના દુબઈ સહિતના દેશોમાં 14 શહેરોમાં પણ પરીક્ષા યોજાઈ રહી છે. ગુજરાતમાં 29 જિલ્લામાં 31 શહેરોમાં 214  કેન્દ્રોમાં આ પરીક્ષા લેવામાં આવશે. જેમાં અમદાવાદમાં કોલેજ, ગુજરાત યુનિ.ના વિભાગો તેમજ સ્કૂલ સહિતના 24 સેન્ટરોમાં પરીક્ષા લેવાશે. ગુજરાતમાં આ વર્ષે 85,279 વિધાર્થી નોંધાયા છે. ગુજરાતના વિધાર્થીઓ માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પરીક્ષાના પેપરો અપાશે જ્યારે સમગ્ર દેશમાં કુલ 13 ભાષામાં આ પરીક્ષા લેવામાં આવી રહી છે. નીટ પરીક્ષામાં ફિઝિક્સના 180 ગુણના પ્રશ્નો તેમજ કેમેસ્ટ્રીના 180 ગુણના પ્રશ્નો અને બાયોલોજીના 360 ગુણના પ્રશ્નો સાથે કુલ 720 ગુણની પરીક્ષા લેવામાં આવશે.

About JAYENDRA UPADHYAY

Check Also

અરબી સમુદ્રમાં તોળાતું વાવાઝોડું : ગુજરાતમાં 22મેથી ભારે વરસાદની ચેતવણી

આંદામાન નિકોબાર ટાપુ ,બંગાળની ખાડીમાં 8- 9 દિવસ વહેલું પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસુ વહેલાની સાથે વેગીલું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?