ભારે પવનને કારણે ગિરનાર રોપ-વે પર સેવા સ્થગિત

by JAYENDRA UPADHYAY
0 comments

આજ સવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ, વિરમગામ, થરાદ, અરવલ્લી સહિતના વિસ્તારમાં તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે ભારે કરા પડ્યા હતાં. રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાને કારણે જૂનાગઢમાં ગિરનાર પર્વત પર રોપ-વે સે રોપ-વે સંચાલકોએ આ અંગે જણાવ્યું હતું કે પ્રવાસી અને યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં પવનની ગતિ ખૂબ જ વધારે હોવાથી પ્રવાસીઓ માટે રોપ-વેની મુસાફરી સુરક્ષિત નથી. પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપ-વે સેવાને રાબેતા અનુસાર શરૂ કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ પવનની ગતિ વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે રોપ-વે સેવા ક્યારે ફરી શરૂ થશે તે અંગે હાલમાં કોઈ ચોક્કસ સમય જણાવી શકાય તેમ નથી.વા પ્રભાવિત થઈ છે. ભારે પવનના કારણે રોપવે સેવા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે.

You may also like

Leave a Comment