પંજાબ પોલીસને એક મોટી સફળતા મળી છે. અમૃતસરમાં એક મોટા જાસૂસી કૌભાંડનો પર્દાફાશ કરીને બે જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ સેનાની ગુપ્ત માહિતી લીક કરી રહ્યા હતા. આ બંનેના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથેના સંબંધોનો પર્દાફાશ થયો છે.આરોપીઓની ઓળખ પલાક શેર મસીહ અને સૂરજ મસીહ તરીકે થઈ છે. માહિતી અનુસાર, આરોપીઓએ દુશ્મનને આર્મી કેમ્પ અને એરબેઝના ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા. જેલમાં બંધ હરપ્રીત સિંહ ઉર્ફે પિટ્ટુ ઉર્ફે હેપ્પીનું કનેક્શન છે. બંને સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
