છથી આઠ માસ પૂર્વે ૬.૭૦ ટકાના આસપાસના વ્યાજદરે મળતી હોમલોન અત્યારે ૮.૮૦ ટકાની સપાટીએ પહોંચી ગઈ છે. આ વ્યાજદરે ઘરની ખરીદીનો બોજ લેવો ઘર લેવા ઉત્સુક નવા પરિવારોને મોંઘું પડી રહ્યું છે.
એક જંત્રીના બમણા કરી દેવામાં આવેલા દર પછી મિલકતના ભાવ વધી રહ્યા હોવાના હોર્ડિંગ્સ લાગી રહ્યા છે. મિલકતના ભાવ વધી જશે.
બિલ્ડરોએ ઘણાં પ્રોજેક્ટ્સને અભેરાઈએ ચઢાવી દેવા પડશે. રેરામાં તેમણે આપેલી ટાઈમ લિમિટમાં તેમના પ્રોજેકટ પૂરા કરી શકશે નહિ. પ્રોજેક્ટ પૂરા થશે તોય તેમાં પૂરું વેચાણ થવાની આશંકા છે. ડેવલપર્સ કહે છે કે, ‘વ્યાજદરમાં બીજા વધારો આવશે તો બિલ્ડર્સ તેનો બોજ ખમી શકશે નહિ.’ કારણ કે બિલ્ડરોએ બાંધકામ માટે ફાઈનાન્સ લેવું પડે છે. બીજું, પ્રોપર્ટી સામે લોન પણ લે છે. ત્રીજું, વણ વેચાયેલી પ્રોપર્ટીના ભાડાંની આવકને ગેરેન્ટી તરીકે દર્શાવીને બિલ્ડર્સ તેના પર ફાઈનાન્સ પણ મેળવે છે. આ બધાંનો બોજ બિલ્ડર ડેવલપર પર આવી શકે છે. તેની અસર પ્રોજેક્ટની નફાકારકતા પર આવે છે. તેમ જ ઇન્વેસ્ટર્સને મળનારા વળતર પર પણ તેની વિપરીત અસર પડે છે.
ફુગાવો સતત વધતો હોવાથી ઘર ખર્ચથી માંડીને સંતાનોના એજ્યુકેશન ખર્ચ સહિતના તમામ ખર્ચાઓ વધી જ રહ્યા છે. તેથી તેમને પણ હોમ લોનના ઊંચા વ્યાજદર ખટકી રહ્યા છે. તેમના માસિક ગણિતો તૂટી રહ્યા હોવાથી તેઓ પણ પ્રોપર્ટી ખરીદવાનું મુલતવી રાખી રહ્યા છે. તેમ થવાથી પણ પ્રોપર્ટી માર્કેટનું વેચાણ મંદ પડી રહ્યું છે.
