લંડનથી મુંબઈ આવનારી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક 37 વર્ષીય યુવાને ફ્લાઈઠનાં ટોયલેટમાં સ્મોકિંગ કરતો પકડ્યો હતો. સહાર પોલીસે આરોપી રત્નાકર કરૂણકાંત દ્વિવેદીની સામે IPC કલમ 336 અને વિમાન અધિનિયમ 1937ની કલમ 22, 23 અને 25ની અંતર્ગત મામલો નોંધ્યો છે.
કરૂણકાંત પર આરોપ છે કે તે તમામ ક્રૂ મેમ્બર પર બૂમો પાડવા લાગ્યો. જેમ-તેમ તેને તેની સીટ પર પાછો બેસાડવો પડ્યો હતો. આ બાદ તેને ના પાડી હોવા છતાં તે ફ્લાઈટનાં દરવાજા પાસે ગયો અને તેને ખોલવાનાં પ્રયત્નો કરવા લાગ્યો. તમામ યાત્રીકો તેનાથી ડરી ગયાં પરંતુ તે શાંત થવાનું નામ જ નહોતો લઈ રહ્યો. તેથી બળજબરીપૂર્વક તેના હાથ-પગ બાંધીને તેને સીટ પર બેસાડ્યું.
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …