ગુજરાતમાં શિયાળો હવે ધીમે ધીમે પકડ મજબૂત બનાવી રહ્યો છે અને રાજ્યમાં ઠંડાં રહેવામાં અવલ્લસ્થાને રહેતું નલિયા 9.2 ડીગ્રીએ ઠર્યું હતું. નલિયામાં પારો 0.2 ડીગ્રી નીચે સરકવાની સાથે ઠારની ધાર વધુ તેજ બની
હતી. અધિકતમ તાપમાનનો પારો 30.1 ડીગ્રી રહેતા બપોરથી સાંજ સુધી ઠંડીમાં આંશિક રાહત મળી હતી. ગાંધીધામ પંથક રાજ્યમાં ઠંડા રહેવામાં દ્વિતીય રહ્યો હતો. કંડલા એરપોર્ટમાં ઠંડી વધવાની સાથે પારો 1.2 ડીગ્રી
નીચે સરકવાની સાથે 12.0 ડીગ્રીએ પહોંચ્યો હતો, જ્યારે મહત્તમ ઉષ્ણતામાનનો પારો 29.4 ડિગ્રી રહ્યો હતો. જિલ્લાનાં અન્ય મથકોમાં ન્યૂનતમ, અધિકત્તમ તાપમાનમાં અનુક્રમે ભુજ 14.8 ડીગ્રી, 31.3 ડિગ્રી, કંડલા પોર્ટ
16.5 ડીગ્રી અને 29.4 ડીગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગના તજજ્ઞોના કહેવા મુજબ જિલ્લામાં આગામી 4 દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર નહીં થાય અને ત્યાર બાદ 2-3 ડીગ્રી સેલ્સિયસનો
વધારો થવાની સંભાવના છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …