ભુજ
અરબી સમુદ્રમાં ચક્રવાતી વાવાઝોડુ બીપરજોય ઉદભવેલ છે ત્યારે આગામી સમય દરમ્યાન ચક્રવાત વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.જેના લીધે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની સાથે કચ્છ જીલ્લાના સમગ્ર વિસ્તારમાં ખુબ ઝડપી અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે જેને ધ્યાને રાખીને જીલ્લા કલેક્ટર દ્વારા કચ્છ જીલ્લાના દરીયાકીનારાના વિસ્તારોકે જેમને સંભવિત અસર થવાની છે તેવા દયાપર,દોલતપર, પાન્ધ્રો, વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર, નારાયણસરોવર, નલીયા, કોઠારા, નખત્રાણા ગામની બજારોમાં તમામ દુકાનો, ગલ્લાઓ, લારીઓ બંધ કરવા માટે જાહેરનામું બહારપાડવામાં આવેલ છે.આગામી તા.14થી 16 તારીખ સુધી દુકાનો બંધ રાખવા માટે જણાવવામાં આવેલ છે.જો કે મેડીકલ સ્ટોર, દુધ વેચાણ કેન્દ્રો, પેટ્રોલપંપ ચાલુ રાખી શકાશે.
