ભુજ
બિપરજોય વાવાઝોડા સંદર્ભે કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા ભુજ ખાતે વાવાઝોડાની પૂર્વતૈયારી સંદર્ભે આજે ભુજ ખાતેના કે. કે.પટેલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલ ખાતે મંત્રીશ્રીએ ઇમરજન્સી વોર્ડ તેમજ ઓપોડીની મુલાકાત લીધી હતી તેમજ ટ્રસ્ટના પ્રમુખશ્રી વેલજીભાઈ પિંડોરીયા, ચેરમેન ગોપાલભાઈ ગોરસિયા, દાતાશ્રી કે.કે.પટેલ, ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. પ્રદીપ ભિંગરાડિયા તેમજ અન્ય સિનિયર ડોક્ટર્સ પાસેથી તૈયારીઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી તેમજ હોસ્પિટલ મુલાકાત દરમ્યાન એક દર્દીઓ સાથે વાતચીત પણ કરી હતી.