Breaking News

નીતિ આયોગના નાયબ નિયામક સુશ્રી અંશિકા ગુપ્તાએ રાપર તાલુકાની મુલાકાત લઈને આરોગ્ય, આંગણવાડી સહિતની સુવિધાઓની સમીક્ષા કરી

દયાપર ખાતે સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ આજરોજ નીતિ આયોગના નાયબ નિયામક સુશ્રી અંશિકા ગુપ્તા વિકાસશીલ તાલુકા એવા રાપરની મુલાકાતે પહોંચ્યા હતા. રાપર તાલુકાનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ ભારત સરકારના નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યો છે. એસ્પિરેશનલ બ્લોકમાં સંપૂર્ણતા અભિયાન આગામી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં વિકાસશીલ તાલુકાના નાગરિકોને સરકારશ્રીની યોજનાઓનો મહત્તમ લાભ મળે તે માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી છે.
નાયબ નિયામકશ્રી સહિત મહાનુભાવોએ રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને આરોગ્યની ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. નાયબ નિયામકસુશ્રીએ સંપૂર્ણતા અભિયાનના પ્રચાર પ્રસાર માટે આયોજિત રેલીને પ્રસ્થાન કરાવી હતી. ત્યારબાદ બાળકોને આપવામાં આવતા પોષણ અને આંગણવાડીની માળખાકીય સુવિધાઓની સમીક્ષા હેતુ નાયબ નિયામક સુશ્રી અંશિકા ગુપ્તા રાપરની આંગણવાડી ખાતે પહોંચ્યા હતા. સુશ્રી ગુપ્તાએ સ્વયં સહાય જૂથોની બહેનોના સ્ટોલની મુલાકાત લઈને તેમને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા કચ્છના એસ્પિરેશનલ તાલુકા લખપત અને રાપરમાં ‘સંપૂર્ણતા અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ‘સંપૂર્ણતા અભિયાન’માં ૦૬ ઈન્ડિકેટર્સને આવરી લેવામાં આવ્યા છે. જેમાં પ્રસૃતિ પૂર્વેની સર્ગભા મહિલાઓની સારસંભાળ, ડાયાબિટીસની તપાસણી, હાયપરટેન્શનની તપાસ, આઈડીએસ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને યોગ્ય પૂરક પોષણની ઉપલબ્ધતા, જમીનની ગુણવત્તા વધારવા માટે સોઈલ હેલ્થ કાર્ડનું નિર્માણ અને રિવોલ્વિંગ ફંડના માધ્યમથી સ્વયં સહાય જૂથોને આર્થિક મદદનો સમાવેશ થાય છે.
આ તમામ ૦૬ ઈન્ડિકેટર્સને ધ્યાનમાં રાખીને તેને સંબંધિત યોજનાઓનું ૧૦૦ ટકા અમલીકરણ કરવામાં આવશે. ૦૩ મહિનાના એક્શન પ્લાનના માધ્યમથી તાલુકાના નાગરિકોને મહત્તમ યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓને મોનિટરિંગના માધ્યમથી ‘સંપૂર્ણતા અભિયાન’ના સુચારું અમલીકરણ માટેની વિશેષ જવાબદારી પણ આપવામાં આવી છે. એસ્પિરેશનલ તાલુકાઓનો અસરકારક અને ઝડપથી વિકાસ થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના એક સંયુક્તપણે જવાબદારી નિભાવી રહી છે. તાલુકાઓમાં આયોજન, અમલીકરણ, ક્ષમતાઓનું નિર્માણ અને જરૂરી તમામ સેવાઓ ઉપલબ્ધ થાય એવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં રાપર તાલુકા પંચાયત પ્રમુખશ્રી કેસરબેન બગડા અને ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, આગેવાન રામજીભાઈ પરમાર, હિરજી આહિર, જિલ્લા આયોજન અધિકારીશ્રી જીતેન્દ્ર રાવલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા, આરસીએચઓશ્રી ડૉ. જે.એચ.ખત્રી, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરશ્રી દશરથ પંડ્યા, શ્રી પ્રહલાદસિંહ જાડેજા, રાપર ઈન્ચાર્જ મામલતદાર શિવાભાઈ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી હુશેન જીએજા સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજના હમીરસર તળાવની સ્વામિનારાયણ મંદિરના આયોજન હેઠળ મહા સફાઈ અભિયાન હાથ ધરાયું

ઐતિહાસિક શહેર ભુજની મધ્યમા આવેલું કચ્છનું માનીતું હમીરસર તળાવ આજે સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં સ્વચ્છ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?