અંજારમાં મહાવીર ડેવલોપર્સની ઓફીસ બહાર ચાલીસ લાખ રુપીયાની લુંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં પુર્વ કચ્છ ગાંધીધામ પોલીસે પકડી લીધા છે., મહાવીર ડેવલોપર્સ નામની પેઢીના બે કર્મચારીઓ કચેરી બંધ
કરીને રોકડ રકમ, દસ્તાવેજો ભરેલી ત્રણેક બેગ લઈને ઓફિસ નીચે શેઠની ગાડીમાં મૂકવા જતાં હતા. ત્યારે પાંચેક બુકાનીધારી શખ્સો છરી લઈને ધસી આવ્યાં હતાં. લૂંટારાઓ બેઉ સાથે ગાળાગાળી અને મારકૂટ કરી રોકડ
ભરેલી બેગ લૂંટીને બે બાઈક પર નાસી છૂટ્યાં હતાં.ત્યારે પોલીસે આ અંગે વિવિધ ટીમો બનાવીને સીસીટીવી કેમેરા ફુટેજ દ્વારા મહાવીર ડેવલોપર્સના સ્ટાફની પુછપરછમાં સ્ટાફમાં કામ કરતો એક કીશોરની વાતો શંકાસ્પદ
જણાતા તેની વધુ પુછપરછ કરતાં તે પટ્ટાવાળા અને તેની સાથે એક મહીલા અને છ થી સાત શખ્સોએ સાથે મળીને આ લુંટ ચલાવી હોવાની કબુલાત આપી હતી.પોલીસે લુંટમાં ગયેલ તેમજ વપરાયેલ મુદામાલ કબ્જે કરીને
કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આ આરોપીઓમાં ભુપેન્દ્ર છોટેલાલ કેવર, હબીબ ઉર્ફે આદીલ હાજીભાઇ કોરેજા,ફારુક જુમા નારેજા, મામદ બાવલા મથડાને લુંટને અંજામ આપનાર આરોપીઓ તરીકે પકડી પાડ્યા છે.તેમની સાથે
અન્ય પાંચ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવેલ છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …