પાકિસ્તાની શહેર કરાચીની નજીક પહોંચતાની સાથે સિંધ પ્રાંતની સરકારે સેના અને નૌસેનાને મદદ માટે બોલાવી છે. તો વળી સમુદ્રી તટની નજીક રહેતા 80 હજારથી વધારે લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચા઼ડવાની પ્રક્રિયા ઝડપી કરી છે.
પાકિસ્તાન મૌસમ વિજ્ઞાન વિભાગના નવા પરામર્શ અનુસાર, બિપરજોય અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન સાથે નબળું થઈ ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાઈ ગયં છે. અને છેલ્લા 12 કલાકની અંદર તે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં કરાચીના દક્ષિણથી 470 કિમી અને થટ્ટાના દક્ષિણથી 460 કિમી દૂર છે. પીએમડીએ કહ્યું કે, હવાની સ્પિડ 140-150 કિમી પ્રતિ કલાક છે, જે 170 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
પાકિસ્તાનના દક્ષિણ પ્રાંત સિંધની સરકારે મોટા પાયે લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચવાના નિર્દેશ આપ્યા છે. સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહે મીડિયાને જણાવ્યું કે, કટોકટી જાહેર કરી છે અને 80,000થી વધારે લોકોને ખતરો છે, જેમને સ્થળાંતરણ કરવામાં મદદ માટે સેના અને નૌસેનાને બોલાવી છે. તેમણે પત્રકારોને કહ્યું કે, સોશિયલ મીડિયા, મસ્જિદ અને રેડિયો સ્ટેશનોથી લોકોને સુરક્ષિત સ્થાન પર જવા માટે આદેશ આપ્યા છે.