વ્હોટ્સેપમાં એક જ સમયે બે જુદી-જુદી વ્યક્તિ સાથે ચેટ કરવાની સુવિધા આપશે

મેટાની માલિકીની આ મેસેજિંગ એપ્લિકેશન યુઝર ઇન્ટરફેસને સુધારવા માટે નવા ફીચર્સ રજૂ કરી રહી છે. હાલ યૂઝર્સ વ્હોટ્સએપ એક એવું ફીચર તૈયાર કરી રહ્યું છે, જે તમને એકસાથે બે જુદી-જુદી વ્યક્તિ સાથે ચેટ કરવાની સુવિધા આપશે એટલે કે તમારી એપમાં એકસાથે ચેટની બે જુદી-જુદી વિન્ડો ખુલશે.

ટેકનીકલ ટીમ હાલ આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. આ ફીટર વ્હોટ્સએપ ડેસ્કટોપ બીટાનાં ભવિષ્યનાં અપડેટમાં આપવામાં આવી શકે.
ચેટ મેનુની અંદર ‘સિલેક્ટ ચેટ્સ’ વિકલ્પ છે. આ વિકલ્પ પર ટેપ કર્યા પછી તમે એક કરતાં વધુ ચેટ્સ વિન્ડો પસંદ કરી શકશો અને દરેકને વાંચેલ/ન વાંચેલ અથવા મ્યૂટ/અનમ્યુટ તરીકે સિલેક્ટ કરી શકો છો. તે જાણી શકાયું નથી કે, તમે વધુમાં વધુ એકસાથે કેટલી ચેટ વિન્ડો ઓપન કરી શકો છો પણ નજીકનાં સમયમાં જ તે અંગે માહિતી મળશે.

વળી, આ અપડેટ ક્યારે રોલઆઉટ થશે તે પણ જાણી શકાયું નથી. હંમેશની જેમ, તે જાહેર રોલઆઉટ થાય તે પહેલાં બીટા ટેસ્ટર્સ માટે બહાર પાડવામાં આવશે.

About chanchal bhuj bhuj

Check Also

રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત

રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?