રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે. બનાસકાંઠાનું ડીસા 45.3 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાવવા પામ્યું હતું.ગુજરાતમાં વરસાદી માહોલ પછી હલે આગ ઓકતી ગરમી પડી રહી છે. ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. આ સાથે હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં બે દિવસ વોર્મ નાઇટની પણ ચેતવણી આપવામાં આવી છે.હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસના હવામાન અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં પાંચ દિવસ માટે છૂટાછવાયા સ્થળો પર હીટવેવની આગાહી આપવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીગનગર, આણંદ, સુરત, વલસાડ આ સાથે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપાવમાં આવ્યું છે.
