આત્મા પ્રોજેક્ટ, કચ્છ દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિનો વ્યાપ વધે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનને સફળતાપૂર્વક પાર પાડવા મહિલા ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ વિશે જાણકારી મેળવે તે અત્યંત જરૂરી છે. જેથી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્મા કચ્છ-ભુજની કચેરી દ્વારા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત અંજાર, રાપર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, નખત્રાણા અને મુંદરા તાલુકાની મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તે માટે અંજારના નાની નાગલપર ખાતે તાજેતરમાં “ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અંદાજે ૧૧૦૦ જેટલી મહિલા ખેડૂતો ઉપસ્થિત રહી હતી. શ્રી પી.કે. તલાટી, પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્મા-કચ્છ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી ચંદનજી ઠાકોર, મદદનીશ ખેતી નિયામકશ્રી, જમીન ચકાસણી પ્રયોગશાળા, ભુજ દ્વારા જમીનમાં સેન્દ્રીય કાર્બન કેવી રીતે વધારવો અને સેન્દ્રીય કાર્બનના મહત્વ વિશે માર્ગદર્શન આપેલ. ડો. કે. ઓ. વાઘેલા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, ભુજ-કચ્છ દ્વારા ખેતીવાડી ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે માર્ગદર્શન આપેલ. તેમજ વધુમાં વધુ આત્મા યોજનાના એફ.આઇ.જી.ગૃપ સાથે જોડાવવા અપીલ કરેલ. આ પ્રસંગે શ્રી મેઘજીભાઇ હિરાણી, પ્રગતીશીલ ખેડૂત, નાની નાગલપર દ્વારા દેશી ગાય વિશે તેમજ દેશી ગાયના ગોબર અને ગૌમુત્રના વિવિધ ઉપયોગ અને તેના લીધે થતા ફાયદા વિશે માહિતી આપેલ. શ્રી રાજુભાઇ ચાવડા, કૃષિ સેવા કેંદ્ર, નાની નાગલપર દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે દેશી બિયારણ વિશે માહિતગાર કરેલ. શ્રીમતી દેવીબેન રવાભાઇ બરારીયા, પ્રગતીશીલ મહિલા ખેડૂત, સાપેડા દ્વારા મહિલાઓને પ્રાકૃતિક કૃષિને આગળ વધારવા માટે હાકલ કરેલ. શ્રીમતી કાંતાબેન પરડવા, પ્રમુખશ્રી મહિલા મોર્ચા, ગાંધીધામ દ્વારા પ્રાકૃતિક કૃષિમાં જીવામૃતના ઉપયોગ વિશે માહિતી આપેલ. શ્રી હિતેષભાઇ વોરા, જિલ્લા સંયોજકશ્રી, પ્રાકૃતિક કૃષિ દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો વિશે વિગતવાર માર્ગદર્શન આપેલ. શ્રી વેલાભાઇ જરૂ, એપીએમસી ચેરમેનશ્રી – અંજાર દ્વારા પ્રાકૃતિક કૃષિના મહત્વ વિશે જણાવેલ. શ્રી મ્યાજરભાઇ અરજણભાઇ છાંગા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી કચ્છ જિલ્લો વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ અપનાવી અગ્રેસર બને તે માટે ભારપૂર્વક જણાવેલ. તેમજ કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક કૃષિ વિશે સમજ આપતા કેલેન્ડરનું વિતરણ પણ આત્મા કચેરી, કચ્છ દ્વારા વિતરણ કરવામાં આવેલ. પ્રાકૃતિક કૃષિ પરી સંવાદ કાર્યક્રમનું આયોજન આત્મા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં શ્રી મ્યાઝરભાઇ અરજણભાઇ છાંગા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી ભુરાભાઇ છાંગા, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી-અંજાર, શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, સામાજીક અગ્રણી શ્રી શામજીભાઇ ચાવડા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેનશ્રી-અંજાર, શ્રીમતી રાણીબેન થરૂ, તાલુકા પંચાયત ન્યાય સમિતી ચેરમેનશ્રી-અંજાર, શ્રી વેલાભાઇ જરૂ, એપીએમસી ચેરમેનશ્રી-અંજાર, શ્રી શામજીભાઇ હિરાણી, સરપંચશ્રી-નાની નાગલપર, શ્રી ધરમશીભાઇ વાઘમશી, ઉપસરપંચશ્રી- નાની નાગલપર, શ્રીમતી હેતલબેન આહિર, ઉપસરપંચશ્રી-મોટી નાગલપર, શ્રીમતી કાંતાબેન પરડવા, મહિલા મોર્ચા પ્રમુખ- ગાંધીધામ, શ્રી હિતેષભાઇ વોરા, જિલ્લા સંયોજકશ્રી-પ્રાકૃતિક કૃષિ, શ્રી રતીલાલ શેઠીયા, જિલ્લા સહ સંયોજકશ્રી, પ્રાકૃતિક કૃષિ, શ્રી મેઘજીભાઇ હિરાણી, પ્રગતીશીલ ખેડૂત-નાની નાગલપર તથા ડો. કે. ઓ. વાઘેલા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામકશ્રી શ્રી સી.ડી. ઠાકોર તેમજ ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા, કચ્છ શ્રી કલ્પેશ મહેશ્વરી તેમજ વિસ્તરણ અધિકારીશ્રી ખેતી, ગ્રામ સેવક અને આત્મા યોજનાના તમામ બ્લોક ટેકનોલોજી મેનેજરશ્રી અને આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરશ્રી હાજર રહ્યા હતા.
