બેંગ્લુરુની એક મહિલાએ પોતાના પતિ સામે રેપનો કેસ દાખલ કરીને ફરિયાદ કરીને છૂટાછેડા માગ્યા છે કેસ સાંભળતા હાઈકોર્ટને એવું લાગ્યું કે આ કેસમાં મહિલાએ પતિ સામે ખોટો કેસ કર્યો છે અને મહિલાની અરજી ફગાવતા કહ્યું કે તેણે કાયદાનો ઘોર દુરપયોગ કર્યો છે.
એક યુવક અને યુવતી પ્રેમમાં પડ્યાં. ચાર વર્ષના સંબંધ બાદ 27 જાન્યુઆરી 2023ના રોજ તેમણે બન્નેએ લગ્ન કરી લીધા અને તે જ દિવસે લગ્નની નોંધણી પણ કરાવી લીધી. આ જ દિવસે પતિએ ખૂબ ધામધૂમથી તેની પત્નીના બર્થડેની પણ ઉજવણી કરી હતી. પરંતુ બીજા દિવસે પતિને તેની પત્નીના અગાઉના લફરાની જાણ થઈ અને તેણે જોયું કે તેની પત્ની વોટ્સએપ પર બીજા યુવાનો સાથે ચેટિંગ કરતી હતી જેનાથી પતિને પત્નીના ચરિત્ર પર શંકા પેદા થઈ. આ બાબતને લઈને તેમની વચ્ચે જોરદાર ઝગડો થયો અને ત્યારે બાદ 29 જાન્યુઆરીએ પત્નીએ છૂટાછેડાનો કેસ દાખલ કરતા પતિ પર રેપ સહિતના આરોપ લગાવ્યાં.