ગુજરાતમાં સંભવિત વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, વાવાઝોડાએ ગુજરાતમાં પ્રવેશતા ચોમાસાની સિસ્ટમ પર માઠી અસર કરી છે
17 તારીખથી ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ જશે. ચક્રવાત અને ચોમાસાનો વરસાદ ભેગો થશે. મૃગશીર્ષ નક્ષત્ર અને આદ્રા નક્ષત્ર વચ્ચે 8 દિવસ વરસાદ નહિ પડે. મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ સારો થશે પરંતુ જીવજંતુનો ઉપદ્રવ વધશે. 21 તારીખે મૃગશીર્ષ નક્ષત્ર પૂર્ણ થશે અને આદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે.
ગુજરાતમાં આંધી સાથે ભારેથી અતિભારે વરસાદ આવશે. રાજ્યના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ શકે છે. 10 તારીખના રાત્રિથી ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફુંકાવાનો શરૂ થશે, દરિયો તોફાની થશે, દરિયામાં ભારે કરંટ જોવા મળશે.