Breaking News

કચ્છના ક્રીક વિસ્તારમાં લાપતા થયેલા કર્મચારીઓને રેસ્ક્યુ કરાયા, જુઓ વીડીયો

કચ્છના લખપત તાલુકાના મુધાન પાસેના રણ વિસ્તારમાં એક મોટી ઘટના સામે આવી છે. GHCL કંપનીના ત્રણ કર્મચારીઓ જે વોટર લેવલ માપવાની કામગીરી દરમિયાન લાપતા થયા હતા, તેઓ 20 કલાકની શોધખોળ બાદ સલામત મળી આવ્યા છે.કંપનીના એન્જિનિયર કરણસિંહ જાડેજા, સર્વેયર રવિન્દ્ર અરેચીયા અને ઓપરેટર આદર્શ કુમાર શુક્રવારે સાંજે અટપટા ક્રિક વિસ્તારમાં વોટર લેવલ માપવા ગયા હતા.

કંપનીના અધિકારીઓએ તાત્કાલિક BSF, પોલીસ અને જિલ્લા કલેક્ટરને જાણ કરી હતી. પાકિસ્તાન સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં BSFએ બે બોટ અને બે ડ્રોન દ્વારા શોધખોળ શરૂ કરી હતી. જામનગરથી એરફોર્સનું વિમાન પણ ભુજ આવી પહોંચ્યું હતું.લગભગ 20 કલાકની સઘન શોધખોળ બાદ ત્રણેય કર્મચારીઓ પિલર નંબર 1170 નજીકના ક્રિક વિસ્તારમાંથી સલામત મળી આવ્યા હતા.બીએસએફના જવાનોએ દિલધડક ઓપરેશનમાં આ કર્મચારીઓે રેસ્ક્યુ કર્યા હતા.પશ્ચીમ જીલ્લા પોલીસ વડા વિકાસ સુંડાએ ચંચળન્યુઝ સાથે વાત કરતા માહીતી આપતા જણાવ્યુ હતું કે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરીને આ કર્મચારીઓને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.કર્મચારીઓ મળી આવતા તેમને રેસ્ક્યુ કરવા માટેની તૈયારીઓ શરુ કરવામાં આવી હતી.પણ બીએસએફના જવાનોએ હાઇટાઇડમાં પાણી વધવાનું શરુ થતા તેમને રેસ્ક્યુ કર્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

માંડવીના પેટ્રોલપંપમાંથી 71 લાખની ઉચાપત કરી ગયેલા આરોપીને મુંબઇ જઇને એલસીબીએ દબોચ્યો

“શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપ, માંડવી માંથી ૭૧,૯૩,૫૩૫/- ની ઉચાપત કરી નાશી ગયેલ આરોપીને મુંબઇ(મહારાષ્ટ) ખાતેથી લોકલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?