રાજ્યના પોલીસવડાએ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા તમામ પોલીસ મથકોને 100 કલાકમાં યાદી તૈયાર કરી કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપી છે.ત્યારે ભુજ એ ડીવીઝન પોલીસ અને એસઓજીએ કોમ્બીંગ સર્ચ દરમ્યાન સ્કોર્પીઓ ફોર વ્હીલર ગાડીમાંથી ગેરકાયદેસર હથિયાર તથા સોનાચાંદીના દાગીના તથા રોકડા રુપીયા કબ્જે કરેલ છે.
આ અંગે મળતી વિગતો મુજબ ભુજ શહેરમાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે ભુજ શહેર એ ડીવીઝનના પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી એચ.એસ.ત્રિવેદી તથા એસઓજી પશ્ચિમના પીઆઇ કે.એમ.ગઢવી ની સુચના નીચે કર્મચારીઓ કોમ્બીંગમાં હતા ત્યારે શહેરમાં ઉસ્માની મસ્જીદ રહીમનગર ભુજ ખાતે એક શંકાસ્પદ સફેદ કલરની સ્કોર્પીઓ ગાડી પડી હોઇ તેની તપાસ કરતા તેમાં સોનાચાંદીના દાગીના રુ.24,31,342 તથા રોકડ રુપીયા 6,90,000 તથા હથીયાર નંગ-8 પડેલ હતા ગાડીના ચાલક સમિર અબ્દુલ કાદર સોઢા ની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.સમીર અબ્દુલ કાદર સોઢા વિરુધ્ધ અગાઉ પણ છેતરપીંડી, અપહરણ તથા ગેરકાયદેસર હથીયારો રાખવાના ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે.
