આજે રાજ્યસભામાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવારના બદલે ફરજીસારવાર થઇ રહી હોવાનો મુદો સાંસદ શ્રી શક્તિસિંહજીગોહીલ દ્વારા રજુ કરવામાં આવ્યો હતો.કચ્છના એક દર્દીનો દાખલો દેતા તેમણે જણાવ્યુ હતું કે અમદાવાદની એક હોસ્પીટલે દર્દીને કહ્યુ કે પગ કપાવશો તો જ મફત સારવાર થશે નહિં તો 35000 રુપીયાનુ બીલ ભરવું પડશે.આયુષ્યમાન કાર્ડમાં હોસ્પીટલોમાં ગફલા થઇ રહ્યા હોવાની રજુઆત તેમણે આજે કરી હતી.
