ચેટ ટ્રાન્સફર પ્રોસેસને સરળ બનાવવા માટે WhatsAppએ QR-Code બેસ્ડ લોકલ ડેટા ટ્રાન્સફર ફિચર લોન્ચ કર્યું છે. આ ફિચરની મદદથી તમે પોતાના જુના ફોનની ચેટ હિસ્ટ્રી પોતાના નવા ફોનમાં અમુક સરળ સ્ટેપ્સ ફોલો કરીને ટ્રાન્સફર કરી શકશો. જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાના છો તો તમારા માટે આ ફિચર ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે.
WhatsAppના QR-Code બેસ્ટ લોકલ ડેટા ટ્રાન્સફર ફિચરની જાણકારી મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે આપી. ચેટને ટ્રાન્સફર કરવા માટે તમારે બસ જુના ક્યૂઆર કોડને પોતાના નવા સ્માર્ટફોનમાં સ્કેન કરવાનું રહેશે અને તાડી વારમાં જ આખી ચેટ ટ્રાન્સફર થઈ જશે.