Breaking News

રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ; 3 ના મોત

ગુજરાતના રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયરની ટીમ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહી છે. આગમાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યું છે.રાજકોટના 150 ફૂટ રોડ પરના એટલાન્ટિસ બિલ્ડિંગના D બ્લોકના છઠ્ઠા માળે 603 નંબરના ફ્લેટમાં આગ લાગી છે. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઉપરના માળે ફસાયેલા લોકોને હાઇડ્રોલિક લિફ્ટ મારફતે નીચે ઉતારી રહ્યાં છે. હાલ, ફાયરની ટીમ સાથે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગમાં અત્યાર સુધી ત્રણ લોકોનું મોત નિપજ્યું છે, જેને નજીકની હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. એટલાન્ટિસ એપાર્ટમેન્ટ માં આગમાં એક મૃતકના પરિવાર આવ્યા મીડિયા સમક્ષ આવ્યા હતા. ઘટનાને પગલે મૃતકના પરિવારનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. પીએમ રૂમ ખાતે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. મૃતક અજય મકવાણા એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં ડિલિવરી આપવા માટે આવ્યો હતો. મૃતક અજયના પરિવારમાં પત્ની અને નાની દીકરી છે. મૃતક સ્વીગિમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. ધુળેટીના પર્વને લઈને મૃતકના પત્નીએ ડિલિવરી માટે આજે જવાની ના પાડી હતી. પરંતુ મૃતક બપોરે વહેલો આવી જવાનું કહી ડિલિવરી કરવા ગયો હતો. ઘટનામાં કુલ ત્રણના મોત થયા છે

ફ્લેટમાં આગની ઘટનામાં મૃત્યુ થયેલ અન્ય બે લોકોની પણ ઓળખ થઇ ગઈ છે. આગની ઘટનામાં સ્વિગી ડિલિવરી બોય અજય મકવાણાનું મોત થયું છે. સાથે જ અન્ય બે વ્યક્તિ કલ્પેશ લેઉવા અને મયુર લેઉવા પણ આવ્યા હતા જે અન્ય વસ્તુનું પાર્સલ આપવા માટે આવ્યા હતા. આગની ઘટનામાં ત્રણેય બહારથી આવેલ વ્યક્તિઓના મોત થયા છે.

About JAYENDRA UPADHYAY

Check Also

દક્ષિણ ગુજરાતમાં પાવર સપ્લાય અટકતા મુશ્કેલી, લાઈન ફોલ્ટ થતા ગરમીમાં લોકો ત્રાહીમામ

વીજ ફોલ્ટ થવાને કારણે આજે(12 માર્ચ, 2025) 3.45 વાગ્યા આસપાસ સુરત સહિતના દક્ષિણ ગુજરાતના મોટા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?