ગુજરાત રાજ્યમાં ટેકાના ભાવે તુવેર ખરીદીને લઈને મોટો વિવાદ સર્જાયો છે. સેટેલાઇટ સર્વે મુજબ રાજ્યના 10 હજાર ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. જેમાં જુનાગઢ, કેશોદ સહિતના જિલ્લાના ખેડૂતોનો પણ સામેલ છે. ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થતાં તુવેર પકવતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.જમીન માપણીની ભૂલમાં થયેલી ભૂલના લીધે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. આ મામલે ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને રદ થયેલા રજિસ્ટ્રેશનવાળા ખેડૂતોની તુવેર ખરીદી તાત્કાલિક શરૂ કરવામાં આવે અને તેમના ખાતામાં વહેલી તકે પૈસા જમા કરાવવાની પણ માંગ કરવામાં આવી છે.જૂનાગઢમાં તુવેર માટે રજિસ્ટ્રેશન રદ થવા પર પાલ આંબલિયાએ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે પાકોનો સેટેલાઇટ સર્વે શરૂ કર્યો છે. આ સર્વેમાં જે ખેતર દેખાય છે, તે ખેતરનો સર્વે થયો છે. જેમાં X ની જમીન હતી તે Yના નામે ચડી ગઇ છે અને Yની જમીન Xના નામે ચડી ગઇ છે. Xએ તુવેર વાવી છે, તેના ખેતરમાં તુવરે પણ છે પણ જમીન માપણીની ભૂલ છે તે ખેતર Yનું દેખાય છે.
