Breaking News

ટ્રેન હાઇજેકના 30 કલાક: પાકિસ્તાને 200થી વધુ શબપેટીઓ મોકલી; 190 લોકોનું રેસક્યું-30 આતંકી ઠાર

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મી (BLA)એ જાફર એક્સપ્રેસને હાઇજેક કરી હતી. આ ઘટનાને 30 કલાક કરતા વધુ સમય થઇ ગયો હોવા છતા પાકિસ્તાન હજુ સુધી હાઇજેકર્સ સાથે ડિલ કરી શકી નથી અને 400થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુક્યા છે. પાકિસ્તાને બલૂચમાં 200થી વધુ શબપેટીઓ મોકલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધી 190થી વધુ લોકોનું રેસક્યુ કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધી 30 આતંકીને ઠાર મારવામાં આવ્યા છે.200 શબપેટીઓને ક્વેટા રેલવે સ્ટેશનથી બલોચ મોકલવામાં આવી છે. આ પહેલા બલુચિસ્તાનના પૂર્વ મુખ્યમંત્રી અખ્તર મેંગલે એક્સ પર પોસ્ટ કરતા કહ્યું, “બલુચિસ્તાનનો એક ઇંચ પણ ભાગ એવો બચ્યો નથી જેના પર પાકિસ્તાનની સરકાર પોતાનો અધિકાર વ્યક્ત કરી શકે. તે પુરી રીતે આ યુદ્ધને હારી ગયા છે. અખ્તર મેંગલે કહ્યું, “તેમને અમારી વાત સાંભળવાની જગ્યાએ અમારી મજાક ઉડાવી હતી. પાકિસ્તાનની સરકારે અમારી વાતોને ખોખલી ધમકી ગણાવીને ફગાવી દીધી હતી, જ્યારે તેમને શોષણ,લૂંટફાટને ભાર આપ્યો. કહેવામાં આવે છે કે BLA અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ હાઇજેકના બીજા દિવસે પણ ચાલુ જ છે. સુરક્ષાદળોએ 190 મુસાફરોને બચાવી લીધા છે અને 30 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કેજફર એક્સપ્રેસ એક પેસેન્જર ટ્રેન છે જે વર્ષ-1998માં શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન ક્વેટાથી પેશાવર સુધી ચાલે છે. દરરોજની જેમ, આ ટ્રેન મંગળવારે ક્વેટાથી રવાના થઈ હતી, પરંતુ બોલાન પહોંચતાની સાથે જ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.બલોચ આર્મી અનુસાર, તેના લડવૈયાઓએ એક ટનલ નજીક ટ્રેક ઉડાવી દીધો, જેના કારણે ટ્રેન ડ્રાઈવરને વાહન રોકવાની ફરજ પડી. ટ્રેન સુરંગમાં રોકાતાની સાથે જ બલૂચ લડવૈયાઓએ તેનું અપહરણ કરી લીધું હતું. BLA કહે છે કે હાઈજેક પ્રક્રિયા દરમિયાન તેણે 20 સૈનિકોને મારી નાખ્યા હતા. હાઇજેકિંગ દરમિયાન ટ્રેન ડ્રાઇવરને પણ ગોળી વાગી હતી.

About JAYENDRA UPADHYAY

Check Also

ગુજરાતના ખાવડા પ્રોજેક્ટ મુદ્દે સરકારના જવાબથી વિપક્ષ અસંતુષ્ટ, લોકસભામાંથી વોકઆઉટ

ગુજરાતના ખાવડામાં સ્થાપિત થઈ રહેલા અક્ષય ઉર્જા પ્લાન્ટના મુદ્દે સરકારના પ્રતિભાવથી અસંતુષ્ટ કોંગ્રેસ અને અન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?