રૈયાધાર વિસ્તારમાં આવેલા શાંતિનગરમાં શ્યામવિલા-1 એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં-201માં રહેતી પ્રાર્થના વિપુલભાઇ પારેખે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો. આપઘાત કરનાર પ્રાર્થના બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેના પિતા છૂટક મજૂરી કરે છે, જ્યારે માતા મોદી સ્કૂલમાં પ્યુન તરીકે નોકરી કરે છે. પ્રાર્થનાએ આપઘાત કરતા પહેલા લખેલી સુસાઈડ નોટ પોલીસને મળી છે જેમાં લખ્યું છે કે, મને આજે એડમિશન ન મળ્યું તો હું શું કરીશ, તમારા કરતા વધારે મને ટેન્શન છે, કારણ કે ફ્યૂચર તો મારું છે ને.
