બ્લડપ્રેશરના રીડિંગમાં અચાનક અને તીવ્ર વધારો થાય છે, આ પરિસ્થિતિમાં બ્લડપ્રેશર 180/120 mm Hg સુધી પહોંચે છે અથવા તેનાથી વધુ હોય છે. બીપીનું આ ઊંચું લેવલ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમના સંતુલનમાં વિક્ષેપ ઉભો કરી શકે છે. જેના પરિણામે હૃદય, મગજ અને કિડની જેવા મહત્વપૂર્ણ અંગો પર ખરાબ અસર થઈ શકે છે.
બ્લડ પ્રેશરમાં વધારો રક્તવાહિનીઓને નુક્શાન પહોંચાડી શકે છે. રક્તવાહિનીઓ ફાટી શકે અથવા બ્લોક થઈ શકે છે. જેના પરિણામો ગંભીર હોઈ શકે છે.
નિયમિતપણે બ્લડ પ્રેશર માપો: નિયમિતપણે બ્લડ પ્રેશરના લેવલની ચકાસણી કરવાથી તકલીફોને ઓળખવામાં મદદ મળી શકે છે. તેનાથી સમયસર સારવાર લઈ શકાય છે.
– સમયસર દવાઓ લો: તબીબ દ્વારા પ્રિસ્ક્રાઈબ કરવામાં આવેલી એન્ટિહાઈપરટેન્સિવ દવાઓ ભૂલ્યા વગર લો.
– જીવનશૈલીમાં બદલાવ કરો: જીવનશૈલીમાં નિયમિત કસરતને શામેલ કરો. તણાવને કંટ્રોલ કરો. સંતુલિત આહારમાં સોડિયમમાં ઓછું હોય તે જરૂરી છે. ધૂમ્રપાન અને વધુ પડતા આલ્કોહોલનું સેવન ટાળીવાથી હાઇપરટેન્સિવ તકલીફ રોકવામાં મદદ મળી શકે છે