Breaking News

બફારા અને ઉકળાટથી કંટાળેલા લોકોને 6 ,7, અને 8 જુલાઈએ વ્યાપક વરસાદની આગાહી

ગુજરાતમાં ફરીથી વરસાદની આગાહી કરાઈ છે. આગામી બે દિવસ તો ખાસ વરસાદ જોવા નહીં મળે પરંતુ 6 ,7, અને 8 જુલાઈએ વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે. કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી શકે છે. પૂર્વ પશ્ચિમ ટ્રફ વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં 7 અને 8 જુલાઈએ ભારે વરસાદ આવી શકે છે. પૂર્વ-પશ્ચિમ તરફનું દબાણ વધાવાના લીધે અસર જોવા મળશે.

હવામાન વિભાગના મતે 4 જુલાઈથી પવનની ગતિ વધશે. આ કારણોસર 4 થી 7 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. 7 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. રાજ્યમાં નવી સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાની છે. આ સિસ્ટમ સક્રિય થવાની સાથે જ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. ગુરુવારથી વરસાદનો બીજો તોફાની રાઉન્ડ પ્રારંભ થવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. ગુજરાતમાં આગામી 6 તારીખથી વરસાદનું જોર વધશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 6 જુલાઈએ અમરેલી, જૂનાગઢ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 7 જુલાઈએ અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં બે તબક્કામાં મન મૂકીને મેઘરાજા વરસશે. અંબાલાલ પટેલના મતે 7 થી 15 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ત્યારબાદ 25 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત સારો વરસાદ વરસશે. આગામી બે દિવસ ગુજરાતમાં મન મુકીને વરસાદ પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર,કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 25 જૂલાઇથી 8 ઓગષ્ટ ફરી એક વાર વરસાદ પડશે. પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં સરેરાશ 16 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 15.33 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. અહીં સિઝનનો 20.40 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 46.71 અને ઉત્તર ગુજરાતમાં 29.29 ટકા વરસાદ નોંધાયો છે.

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »