ગઈ તા:- ૨૬-૦૪-૨૦૨૪ ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી વૃધ્ધા જેમની ઉંમર આશરે ૬૦ વર્ષ હસે તેવો ભૂજ સી.ટી ના સરપંચ નાકા પાસે આવેલ રાજગોર ફળિયામાં ગરબી ચોક માં કાલે રાતે એકલાં બેઠા છે. તેમના વર્તન પરથી તેવો માનસિક રીતે બિમાર હોય તેવું લાગે છે.તેથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની મદદ ની જરૂર છે.જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર પટેલ ખુશ્બૂ ,કોન્સ્ટેબલ અંજલીબેન સુથાર તેમજ પાઇલોટ ખંધુ ભાવેશભાઇ ઘટના સ્થળે અજાણી વૃધ્ધાની મદદ માટે પહોચ્યા ત્યારબાદ ૧૮૧ ટીમે વૃધ્ધાની સાથે શાંતચીત સ્વભાવે પૂછપરછ કરેલ તેમનું નામ, સરનામુ જાણવાના પ્રયત્ન કરેલા.પરંતુ તેઓને તેમનુ નામ યાદના હતુ તેમજ વૃધ્ધાને તેમના પરીવારના સભ્યોના કોઈનું નામ કે મોબાઈલ નંબર કાંઈ જ યાદ ના હોવાથી.ધટના સ્થળપર હાજર હતા એ લોકોને પુછપરછ કરી તેમજ આજુબાજુ નાં વિસ્તારમાં તપાસ કરવામાં આવેલ પરતું યુવતીને કોઈ ઓળખતા નો હતાં.તેમનું કાઉન્સેલીંગ કરીને થોડી વિગત મેળવી વૃધ્ધાએ ટીમના સમાજ નામ જણાવેલ.તેથી સમાજના આગેવાનો સાથે સોશિયલ મોડિયાથી સંપર્કમાં રહીને વૃધ્ધાના પરીવારને શોધી કાઢ્યા હતા.તેમના સમાજના ગુમ થયેલા હતા એ વૃધ્ધાના ફોટા અને ડોક્યુમેન્ટ જોયા.ત્યારબાદ તેમના ભાઇ અને બહેન ને ફોન કરી જાણ કરેલ કે તેમની બહેન મળી ગયેલા છે. વૃધ્ધાના પરીવારના સભ્યો તાત્કાલિક ૧૮૧ ઓફીસ પહોંચી આવ્યા. વૃધ્ધાના પરીવારના સભ્યોને પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેવો માનસિક રીતે અસ્વસ્થ હોવાથી ઘરેથી અવાર-નવાર નીકળી જાય છે.તેથી જ્યારે પણ વૃધ્ધા ઘરે થી જતા રહે છે ત્યારે તેમના સમાજ આગેવાનો તેમજ સ્થાનિક પોલીસને જાણ કરી છે તેમજ ઘર ની આજુબાજુ ના વિસ્તારમાં તેમની શોધ કરતા હતા.દર વખતે વૃધ્ધા મળી જાય છે.તેમની માનસિક બીમારી ની સારવાર ઘણાં વર્ષથી ભૂજ જી. કે.જનરલ હોસ્પિટલ માં ચાલુ છે. વૃધ્ધા તેમના ભાઈ ની સાથે રહેતા હતા.તારીખ -૨૫-૦૪-૨ ૦૨૪ના રોજ ૦૩:૦૦ પછી વૃધ્ધા તેમની ભાઈ કહ્યા વગર તેઓની જાણ બહાર ઘરેથી એકલાં જ નીકળી ગયેલ.તેમના પરીવારના સભ્યોએ તેમને શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલ.પરતું યુવતી મળેલ નહીં.વૃધ્ધાના પરીવારના સભ્યોની પુરી વાત સાંભળી યોગ્ય કાઉન્સેલીંગ કરેલ.૧૮૧ ની ટીમે વૃધ્ધાનું કાળજી પૂર્વક ધ્યાન રાખવા તેમના પરીવારના સભ્યોઓને સમજણ આપી અને રોજ ટાઈમ પર દવા આપવાનું જણાવેલ.હવે પછી આમ વૃધ્ધાને એકલા જવાના દેવા જણાવેલ વૃધ્ધાને પણ પોતાનુ ધ્યાન રાખવા અને હવે પછી એકલા બહાર ન જવા જણાવેલ તેમજ ભૂજ ખાતે આવેલું અલગ અલગ સંસ્થાઓ વિશે માહિતી આપેલ.વૃધ્ધાના પરીવારના સભ્યોઓ એ જણાવેલ કે તેવો હવે પછી વૃધ્ધાનું વધુ સારી રીતે સંભાળ રાખશે.વૃધ્ધાના પરીવારના સભ્યોઓ પાસેથી ચોક્ક્સ માહીતી મેળવવા માટે આધાર પુરાવા લેવામાં આવેલ ત્યારબાદ વૃધ્ધાનો કબજો તેમના પરીવારના સભ્યોને સોંપેલ.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …