રાજકોટ જિલ્લાના ઉપલેટાના તલંગણા ગામે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તલંગણા ગામમાં 3 કલાકમાં 12થી 15 ઇંચ વરસાદ વરસી જતાં ચો તરફ પાણી જ પાણી છે. અનરાધાર વરસેલા વરસાદના પગલે ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, ત્યારે અસરગ્રસ્તો માટે રાહત રસોડું શરૂ કરાયો છે.તો આ તરફ ઉપલેટા તાલુકાના લાઠગામમાં પણ મુશળધાર વરસાદ ખાબકતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. લાઠ ગામમાંથી પસાર થતી મોજ, વેણું અને ભાદર-2 આ ત્રણ નદીના પાણી ગામમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે.