Breaking News

કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વરશ્રીએ સબંધિત અધિકારીઓને સાથે રાખી જરૂરી સૂચન કરી માર્ગદર્શન આપ્યું

કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વરશ્ર કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫ – મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી.

આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વરશ્રી કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫ – મોરબી વિધાનસભા મતવિસ્તારની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે મોરબીમાં પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું.સ્ટ્રોંગ રૂમ ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે અન્વયે સંબધિત અધિકારીઓને તેમણે સૂચના આપી હતી. ઉપરાંત તેમણે જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.

આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર સહિત અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજમાં પોલીસને કોમ્બીંગ દરમ્યાન સ્કોર્પીઓમાંથી હથીયારો સાથે સોનાચાંદીના દાગીના મળ્યા

રાજ્યના પોલીસવડાએ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા તમામ પોલીસ મથકોને 100 કલાકમાં યાદી તૈયાર કરી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?