અમદાવાદના એસ.જી.હાઈવે. એવો કમકમાટી ભર્યો અકસ્માત થયો જેણે 9 લોકોના જીવ લઈ લીધાં. જેમાં એક પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 9 લોકોના મોત થયા છે. ઘાયલ લોકોને હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
અકસ્માત કરનાર યુવક ગોતા વિસ્તારના ગોતાના પ્રજ્ઞેશ પટેલનો દીકરો હોવાની પ્રાથમિક માહિતી હાલ સામે આવી રહી છે. કાર ચલાવનાર યુવકનું નામ તથ્ય પટેલ હોવાનું સામે આવ્યું છે. તથ્ય ખુબ મોટા ધનાઢ્ય ઘરનો નબીરો છે. તે પોલીસથી લઈને રાજનીતિના લોકો જોડી મોટી વગ ધરાવે છે.