રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. પાટીદાર અગ્રણી કલ્પેશ તંતીના નિધનથી લેઉવા પાટીદાર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આમ, માત્ર 46 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત આવ્યું.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના નાના મવા રોડ પર શ્રીરાજ રેસિડન્સીમાં 46 વર્ષીય કલ્પેશભાઈ તંતીનો પરિવાર રહે છે. તેઓ તુલસીપત્ર બંગલોમાં રહે છે. ગઈકાલે સાંજે પોણા આઠ વાગ્યાની આસપાસ તેઓ બંગલોના બીજા માળે ભગવાનની સાંજની પૂજા કરવા ગયા હતા. પરંતું લગભગ અડધા કલાક સુધી તેઓ નીચે આવ્યા ન હતા. તેથી પરિવારજનોએ તેમને નીચેથી બૂમો પાડી હતી, પરંતુ કોઈ જવાબ આવ્યો ન હતો. તેથી તેમને ઉપર જોવા ગયા, તો કલ્પેશભાઈ જમીન પર બેભાન હાલતમાં પડ્યા હતા. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
હોસ્પિટલમાં પહોંચતા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.