રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હાલમાં જ એક સર્ક્યુલર જાહેર કરીને બેંકોને વિલફુલ ડિફોલ્ટર સાથે લોનની પતાવટ કરવા અને જરૂર પડ્યે 12 મહિના બાદ તે વ્યક્તિને ફરીથી લોન આપવા જણાવ્યું છે.
જો તમે કોઇ કારણસર પર્સનલ લોનની રકમ ચૂકવી ન શકો તો ચિંતા ન કરશો. એવી ઘણી રીતો છે, જેમાં તમે લોનની જાળમાંથી બહાર નીકળી શકો છો.
લોનમાં બેંક અથવા નાણાંકીય સંસ્થા લોનના બદલામાં મિલકત અથવા સંપત્તિના કાગળો ગીરવે મૂકે છે. લોન લેનાર લોન ભરપાઈ કરવામાં અસમર્થ હોય અથવા કોઈ કારણસર લોન લેનારનું મૃત્યુ થઈ જાય, તો બેન્ક ગીરવે મૂકેલી મિલકત વેચીને તેના નાણાં મેળવી શકે છે. આવી લોનનો વાર્ષિક વ્યાજ દર 6.5 ટકાથી 10 ટકા સુધી હોઈ શકે છે. આવી લોનમાં હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન વગેરેનો સમાવેશ થાય છે.
અનસિક્યોર્ડ- આ પ્રકારમાં લોન લેનાર વ્યક્તિના ક્રેડિટ સ્કોર, પગાર અથવા બેંક સાથેના સંબંધના આધારે બેંક અથવા ફાઇનાન્સિયલ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. લોન ન ચૂકવવાના કિસ્સામાં અથવા લોન લેનારનું મૃત્યુ થાય તો બેંક ગેરેન્ટર પાસેથી લોનની રકમ વસૂલ કરી શકે છે. આવી લોનનો વાર્ષિક વ્યાજ દર 10%થી 20% અથવા તેનાથી વધુ હોઈ શકે છે. પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ લોન વગેરે અનસિક્યોર્ડ લોન છે.
ક્રેડિટ સ્કોર સારો રહેશે અને લોન મળવાની શક્યતા પણ એટલી જ વધી જશે. સાથે જ બેંક તરફથી કોઈપણ પ્રકારના લોન ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ સાથે જોડાયેલા રેકોર્ડના રિપોર્ટને ક્રેડિટ રિપોર્ટ કહેવામાં આવે છે. 500થી ઓછો ક્રેડિટ સ્કોર ધરાવતી વ્યક્તિને બેન્કો લોન આપતી નથી.
લોન ઈએમઆઈ ન ભરવાના કિસ્સામાં બેન્કને ઈ-મેઈલ કરો અથવા શક્ય હોય તો જે બ્રાન્ચમાંથી લોન લીધી હોય ત્યાં જઈને લોન વિભાગના અધિકારીને મળો. બેંક સાથે તમારી સ્થિતિ વિશે વાત કરીને તમે થોડા સમય માટે ઈએમઆઈથી રાહત મેળવી શકો છો.