દિલ્હીથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આજે રવિવારના દિવસે સવારના સમયે દિલ્હીના રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ સંભળાયો છે. આ વિસ્ફોટના અવાજના કારણે વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. આ વિસ્ફોટ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્કૂલની દિવાલ પાસે થયો હતો. વિસ્ફોટ બાદ તરત જ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા જેના કારણે સ્થાનિક લોકો ભયભીત થઈ ગયા.રોહિણી ડીસીપી અમિત ગોયલે કહ્યું કે, બ્લાસ્ટનું સાચું કારણ જાણવા માટે નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. હાલમાં તે સ્પષ્ટ નથી થયું કે આ વિસ્ફોટ કયા પ્રકારનો હતો અને તેનો સ્ત્રોત કયો છે. ડીસીપીએ કહ્યું કે, નિષ્ણાત ટીમ આ ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં પરિસ્થિતિ સ્પષ્ટ થશે. ઘટનાની ગંભીરતાને જોતા દિલ્હી પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને ઘટનાસ્થળે બોલાવી છે. FSL ટીમ બ્લાસ્ટના કારણની તપાસ કરશે અને સ્પષ્ટ કરશે કે તે કોઈ પ્રકારનો હુમલો છે કે અકસ્માત.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …