રાજ્યમાં 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન પડશે વરસાદ 65% વિસ્તારને આવરી લેશે : પરેશ ગોસ્વામી :હવામાન નિષ્ણાત

by JAYENDRA UPADHYAY
0 comments

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ભરૂચ, નવસારી, ડાંગ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર સિસ્ટમને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ તથા મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

You may also like

Leave a Comment