બેંગલુરુ ટેસ્ટમાં રોહિત બ્રિગેડનો પરાજય, 36 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે ભારતની ધરતી પર રચ્યો ઈતિહાસ

ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને હરાવીને બેંગલુરુ ટેસ્ટ જીતી લીધી છે. ઘર આંગણે ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. બેંગલુરુ ટેસ્ટની પહેલી મેચમાં જીત મેળવીને કિવી ટીમે ઈતિહાસ રચી દીધો છે. ન્યૂઝીલેન્ડે 36 વર્ષ બાદ ભારતની ધરતી પર ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડે છેલ્લે 1988માં ભારતમાં ટેસ્ટ મેચ જીતી હતી. મુંબઈના વાનખેડે મેદાન પર મળેલી જીત બાદ આ પહેલીવાર છે જ્યારે કિવી ટીમે ભારતમાં ટેસ્ટ મેચ જીતી હોય. ન્યુઝીલેન્ડે બેંગલુરુ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 8 વિકેટે હરાવી. આ સાથે તેણે 3 ટેસ્ટ સીરીઝમાં 1-0ની લીડ પણ મેળવી લીધી છે.ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કિવી ટીમ પાસે આટલા રન બનાવવા માટે હાથમાં 10 વિકેટ અને આખા દિવસની રમત બાકી હતી. એવામાં તે જીતનો પ્રબળ દાવેદાર હતી. અને બરાબર એ જ થયું. ન્યૂઝીલેન્ડે માત્ર 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી.

About JAYENDRA UPADHYAY

Check Also

રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત

રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?