ગુજરાતમાં તહેવાર ટાણે જ અનેક આકસ્મિક ઘટના બની છે. જેના પગલે ઈમરજન્સી કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે (31 ઓક્ટોબર 2024)ના રોજ રાજ્યમાં હર્ષો ઉલ્લાસથી દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જો કે આ ઉજવણી દરમિયાન કેટલીક જગ્યાએ ઘટનાઓ પણ બની હતી, જેના પગલે રાજ્યમાં 4885 ઈમરજન્સીના કોલ નોંધાયા છે.સામાન્ય દિવસોમાં 1800થી 2000 જેટલા ઈમરજન્સી કોલ આવતા હોય છે જ્યારે દિવાળીના દિવસે કેસોમાં વધારો જોવા મળ્યો હતો. એકલા અમદાવાદ શહેરમાં જ 900 જેટલા કોલ ફ્કત દિવાળીના દિવસે નોંધાયા હતા. જે શહેરમાં સામાન્ય દિવસોમાં 500 જેટલા કોલ આવે છે. દિવાળીના દિવસે અકસ્માત અને ફટાકડાથી દાઝી જતા કોલમાં પણ વધારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં સામાન્ય દિવસો કરતા બમણા કોલ આવ્યા હતા.દિવાળી ટાણે આગની ઘટનાઓ સર્જાતી હોય છે. ત્યારે અમદાવાદમાં દિવાળીના દિવસે જ આગની ઘટના ઘટી હતી. જેમાં શહેરના મિર્ઝાપુર વિસ્તારના કબાડી માર્કેટમાં આગ લાગતા સમગ્ર માર્કેટ બળીને ખાખ થઇ ગયું હતું. અમદાવાદમાં આગની ઘટના પ્રકાશમાં આવી હતી. શહેરના હાર્દસમા અને લોકોની ભારે અવરજવરથી ભરેલા માર્કેટમાં આગનો બનાવ ઘટ્યો હતો. આગ એટલી ભયંકર હતી કે જેના કારણે સમગ્ર માર્કેટને પોતાની ઝપેટમાં લીધું હતું. ફટાકડાના કારણે દુકાનોમાં આગ લાગી હતી. જેમાં અનેક દુકાનોમાં આગ લાગતા નાસભાગ મચી હતી.
Check Also
ભાવનગરમાં દિવાળીની રાત બની લોહિયાળઃ ફટાકડાં ફોડવા બાબતે બબાલ, ત્રણ લોકોની હત્યા
દેશભરમાં જ્યારે દિવાળીની ઉજવણી થઈ રહી હતી, ત્યારે ભાવનગરમાં ચકચારી મચાવી દેનારી ઘટનાઓ સામે આવી …