કચ્છની બહેનોએ આપેલો સિંદૂરનો છોડ PM મોદીએ પ્રધાનમંત્રી આવાસમાં લગાવ્યો

by JAYENDRA UPADHYAY
0 comments

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરતા લખ્યુ, ‘1971ના યુદ્ધમાં સાહસ અને પરાક્રમની અદભુત ઉદાહરણ આપનારી કચ્છની વીરાંગના માતાઓ-બહેનોએ તાજેતરમાં ગુજરાતના પ્રવાસ દરમિયાન મને સિંદૂરનો છોડ ભેટમાં આપ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ પર આજે મને આ છોડને નવી દિલ્હીના પ્રધાનમંત્રી આવાસમાં લગાવવાનું સૌભાગ્ય મળ્યું છે. આ છોડ આપણા દેશની નારીશક્તિના શૌર્ય અને પ્રેરણાનું સશક્ત પ્રતીક બની રહેશે.’વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર પછી 26 મેના રોજ ગુજરાતની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન એક જનસભા કરી હતી. અહીં 1971ના યુદ્ધ દરમિયાન ભુજ એર બેઝ રનવેને 72 કલાકની અંદર રિપેર કરવામાં મદદ કરનારી માધાપરની મહિલાઓએ વડાપ્રધાન મોદીને ‘સિંદૂરનો છોડ’ પણ ભેટમાં આપ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘હું આ છોડને વડાપ્રધાન આવાસ લઈ જઈશે, જ્યાં તે એક ‘વટવૃક્ષ’ બની જશે.’સિંદૂર વન ‘ઓપરેશન સિંદૂર’ પર આધારિત થીમ-બેઝ્ડ મેમોરિયલ પાર્ક હશે. જેમાં 8 હેક્ટર જમીન પર ઔષધીય વનસ્પતિઓ, ઝાડ અને વૃક્ષો સહિત હાઇ ડેન્સિટીવાળા છોડ રોપવામાં આવશે. તેના માટે સ્થાનિક પર્યાવરણ અને જમીનની સ્થિતિને અનુકૂળ સિંદૂરના છોડ સહિત લગભગ 35 છોડની પ્રજાતિઓની ઓળખ કરવામાં આવી છે.આ પાર્કમાં સિંદૂરના છોડ મુખ્યત્વે રોપવામાં આવશે અને સાથે જ તેની દીવાલો પર ભીંત ચિત્રો પણ બનાવાશે. “પ્રતિ હેક્ટર 10,000 છોડ રોપવાની યોજના બનાવી છે, જે ભુજના સૌથી ગીચ જંગલોમાંનો એક હશે.

You may also like

Leave a Comment