કેન્દ્ર સરકાર દ્વારા PM કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં રૂ. ૨૦૦૦ નો હપ્તો જમા કરવામાં આવે છે. જેમાં કચ્છ જિલ્લાના ૪૦,૧૩૩ જેટલા ખેડૂતોનું ઓનલાઇન eKYC બાકી હોવાથી જો ઓનલાઇન eKYC નહી થાય તો ખેડૂતોનો ૧૩મો હપ્તો અટકી જશે. જેથી ખેડૂતોએ તાત્કાલિક ધોરણે ગ્રામ પંચાયતમાં જઇને VCE પાસે તેમજ CSC કેન્દ્ર ખાતે જઇને ઓનલાઇન eKYC કરાવી લેવા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
કેન્દ્ર સરકારની PM કિસાન યોજના હેઠળ વર્ષમાં ત્રણ વખત ખેડૂતોના ખાતામાં ૨ હજાર રૂપિયા કેન્દ્ર સરકારા દ્વારા જમા કરવામાં આવે છે. જેમાં કચ્છ જિલ્લામાં કુલ ૧,૪૧,૪૦૨ ખેડૂતો છે. જેમાંથી ૧,૦૧,૨૬૯ ખેડૂતોનું eKYC પુર્ણ થઇ ગયું છે. જ્યારે અંદાજિત ૪૦,૧૩૩ જેટલા ખેડૂતોનું ઓનલાઇન eKYCબાકી હોવાથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હવે પછીના હપ્તા માટે ખેડૂતોએ ફરજિયાત ઓનલાઇન eKYC કરાવવાનું રહેશે.
eKYC કરાવવા માટે ગ્રામ પંચાયતમાં જઇને VCE પાસે eKYC કરાવી શકે છે. તેમજ CSC સેન્ટર ખાતે પણ ખેડૂતો eKYC કરાવી શકે છે અથવા ખેડૂતો P.M. કિસાન પોર્ટલ https://pmkisan.gov.in પર જાતે ફાર્મર કોર્નર e-KYC મેનુમાં જઇ કરી શકશે. e-KYC કરવાનું ફરજિયાત હોઇ, આથી કચ્છ જિલ્લામાં પી.એમ.કિસાન યોજના હેઠળ e-KYC કરવાના બાકી રહેલ ૪૦,૧૩૩ જેટલા ખેડૂતોને વહેલી તકે ફરજિયાત e-KYC કરવા માટે કચ્છ જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રી કે.ઓ.વાઘેલા દ્વારા અપીલ કરવામાં આવી છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …