રાજકોટના ભક્તિનગર વિસ્તારની ચોંકાવનારી ઘટના છે રૂપિયા કમાવવાની લાલચે માવતરે પુત્ર અને પુત્રવધૂના અંગત રીતે વીડિયો ઉતાર્યા. એટલું જ નહીં વેબ કેમેરાથી અંદાજિત 10 વખત લાઇવ કર્યું હતું. સાથે જ પુત્ર અને પુત્રવધૂના વીડિયો ઉતારી સાસુ-સસરાએ વેબસાઇટ પર મૂકી દીધા હતા. સમગ્ર ઘટના અંગે જ્યારે ભાંડો ફૂટ્યો ત્યારે પોલીસ એક્શનમાં આવી અને સાસુ-સસરા સહિત પતિની ધરપકડ કરી છે.
અંગત વીડિયો ઉતારી સાસુ-સસરાએ જ વેબસાઈટ પર મૂક્યા હતા. ત્યારે 21 વર્ષીય પરિણીતાને આ વાતની ખબર પડતા જ તેણે પોલીસ ફરિયાદ નોઁધાવી હતી. સાસુ-સસરા અને પતિની રાજકોટ પોલીસે ધરપકડ કરી છે.
21 વર્ષીય પરિણીતાના લગ્નજીવનને હજી માંડ બે વર્ષ જ થયા છે, ત્યાં લાલચુ સાસરિયાએ તેનુ જીવન બરબાદ કરી દીધું.