જિલ્લા વિકાસ અધિકારી શ્રી નાં અંગત મદદનીશ સુભાષ ધોળકિયા તારીખ ૩૧/૭/૨૦૨૪ નાં રોજ વય નિવૃત થતા શ્રી એસ. કે. પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી નાં અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત નાં કોન્ફરન્સ હોલ માં વિદાય સમારંભ યોજાયો હતો.અંગત મદદનીશ તરીકે ની ૧૫ વર્ષ ની અવિરત કામગીરી દરમ્યાન નિલોફર,બીપોરજોય વાવઝોડા ભારે વરસાદ ,પુર કોવિડ મહામારી, વિગેરે જેવી કુદરતી આપત્તિ નાં સમય દરમ્યાન દિવસ રાત જોયા વગર પ્રમાણિક ફરજો બજાવી જિલ્લા પંચાયત કર્મયોગી ઓમાં ઉદાહરણ રૂપ કામગીરી ની નોંધ લઈ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નાં નિયામક શ્રી નિકુંજ પરીખ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી વિજયાબેન પ્રજાપતિ ,એસ.જે. ચૌધરી પ્રોગ્રામ ઓફીસર ICDS દશરથ પંડ્યા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ફૂલમાલી તાલુકા વિકાસ અધિકારી રાપર શ્રી ત્રિવેદી એ શ્રી ધોળકિયા ની અંગત મદદનીશ તરીકેની સંકલન ની કામગીરી તથા ૩૯ વર્ષ ની સરકારી સેવાની નોંધ લઈ કાવ્યાત્મક સ્વરૂપે બિરદાવી હતી.શ્રી એસ.કે. પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ તેમના કાર્યકાળ દરમ્યાન શ્રી ધોળકિયા ની કામગીરી સુચારુ અને સુપેરે પાર પાડી હોવાનું જણાવી મોમેન્ટો થી સન્માન કર્યું હતુંત્રીજા વર્ગ કર્મચારી મંડળ નાં પ્રમુખ શ્રી વિજય ગોર દક્ષાબા જાડેજા, વિજય સુંદરા અજયસિંહ તલાટી મંડળ નાં વિનુભાઇ સોલંકી સુખદેવ ગુર્જર મયુર ભાઇ,ચોથા વર્ગ કર્મચારી મંડળ નાં પ્રમુખ બિપીન ગોર , શિક્ષક સમાજ ના પ્રમુખ નયન સિંહ જાડેજા વિસ્તરણ અધિકારી મંડળ નાં નીલકંઠ ગોસ્વામી,નરેશ શ્રીમાળી,આરોગ્ય મંડળ નાં પ્રમુખ શ્રી નોરિયા અને હોદેદારો ડ્રાઈવર મંડળ નાં પ્રમુખ શ્રી ગઢવી, એ શ્રી ધોળકિયા નું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.જીલ્લા પંચાયત નાં વર્ગ – ૧ નાં તમામ અધિકારી જિલ્લા નાં તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી ઓ મહેકમ,મહેસૂલ,વિકાસ,પંચાયત,આર્યુવેદ શાખા નો તમામ સ્ટાફ એ શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતુંસુભાષ ધોળકિયા એ તેમના પ્રતિભાવ માં તમામ અધિકારીશ્રી ઓ મંડળ નાં હોદેદારો કર્મયોગીઓ એ તેમની કામગીરી ની પ્રસંશા માં ફરજ નાં ભાગ રૂપે કામગીરી કરેલ હોવાનું જણાવી સરકારી સેવા દરમ્યાન તમામ અધિકારીઓ કર્મયોગી ઓ નો આભાર માન્યો હતો તેમજ સ્વરચિત કવિતા દ્વારા પોતાના અનુભવ ની વાતો કરી હતી.અંગત મદદનીશ નાં કાર્યકાળ દરમિયાન રાજકુમાર બેનીવાલ, હર્ષદ પટેલ, આર.જી.ભાલારા, સી.જે.પટેલ, પ્રભવ જોશી, ભવ્ય વર્મા,એસ.કે.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંગત મદદનીશ તરીકે કામગીરી કરી હતી.આ સમગ્ર સેવા દરમ્યાન શ્રી ધોળકિયા એ કરેલ કામગીરી પાછળ પત્નિ નો સહકાર હોવાનું જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ એ જણાવતા તેમના પત્નિ ભ્રાંતિ ધોળકિયા નું નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી વિજયાબેન પ્રજાપતિ એ શાલ અને પુષ્પ ગુચ્છ થી સન્માન કર્યું હતું.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વાઘેલા એ કાર્યક્રમ નું સફળ આયોજન કરનાર તથા સુભાષ ધોળકિયા ની કામગીરી ને બિરદાવી ને આભાર વિધિ કરી હતી.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …